#INDVSAUS: ટી-20 સિરીઝ બચાવવા ઉતરશે ભારત, ટીમમાં થઇ શકે છે બદલાવ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં 1:20 કલાકે મેચ રમાશે, ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે મેલબોર્નમાં બીજી ટી-20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 4 રને પરાજય થયો હતો. ભારતે શ્રેણી બચાવવા માટે આ મેચને જીતવી જરૂરી છે. વિરાટ કોહલી બોલિંગ અને બેટિંગ બન્નેમાં કેટલાક બદલાવ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે.
ચહલનો થઇ શકે છે સમાવેશ
લોકેશ રાહુલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ માનચેસ્ટરમાં પ્રથમ ટી-20માં અણનમ 101 રન બનાવ્યા બાદ રાહુલ આગળની છ મેચમાં 30 રનની પાર પણ જઇ શક્યો નથી. ટીમ મેનેજમેન્ટે તેને ત્રીજા નંબર પર યથાવત રાખ્યો છે જ્યારે કોહલી ખુદ ચોથા નંબર પર ઉતરી રહ્યો છે.રાહુલ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતીય ટીમનો ભાગ હશે, ટીમ મેનેજમેન્ટ બોલિંગ લાઇન પર ફરી વિચાર કરી શકે છે. મેલબોર્નની પિચ પર વિરાટ કોહલી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ઉતારી શકે છે જેનો ટી-20 ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે.
મેલબોર્નમાં પણ પડી શકે છે વરસાદ
પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા મજબૂત હશે. એકમાત્ર સ્પિનર તરીકે એડમ ઝમ્પાને રમાડવો ઓસ્ટ્રેલિયા માટે સારો નિર્ણય રહ્યો હતો. મેલબોર્નમાં હવા ચાલી રહી છે અને આ મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
બન્ને ટીમ આ રીતે છે
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, રિષભ પંત,કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), એસ્ટન એગર, બેહરેનડોર્ફ, એલેક્સ કારે, નાથન કુલ્ટર નાઇલ, ક્રિસ લિન, બેન મેકડરમોટ, ગ્લેન મેક્સવેલ, ડાર્શી શોટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, એડમ ઝમ્પા
હાર બાદ કોહલીએ કહ્યું- પિક્ચર અભી બાકી હૈ, ફિન્ચ-સ્ટોઇનિસનો પ્લાન ભારતને પડ્યો ભારે

Comments