Skip to main content

Posts

Featured

#INDVSAUS: ટી-20 સિરીઝ બચાવવા ઉતરશે ભારત, ટીમમાં થઇ શકે છે બદલાવ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં 1:20 કલાકે મેચ રમાશે, ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ સ્પોર્ટ્સ ડેસ્ક:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે મેલબોર્નમાં બીજી ટી-20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 4 રને પરાજય થયો હતો. ભારતે શ્રેણી બચાવવા માટે આ મેચને જીતવી જરૂરી છે. વિરાટ કોહલી બોલિંગ અને બેટિંગ બન્નેમાં કેટલાક બદલાવ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે. ચહલનો થઇ શકે છે સમાવેશ લોકેશ રાહુલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ માનચેસ્ટરમાં પ્રથમ ટી-20માં અણનમ 101 રન બનાવ્યા બાદ રાહુલ આગળની છ મેચમાં 30 રનની પાર પણ જઇ શક્યો નથી. ટીમ મેનેજમેન્ટે તેને ત્રીજા નંબર પર યથાવત રાખ્યો છે જ્યારે કોહલી ખુદ ચોથા નંબર પર ઉતરી રહ્યો છે.રાહુલ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતીય ટીમનો ભાગ હશે, ટીમ મેનેજમેન્ટ બોલિંગ લાઇન પર ફરી વિચાર કરી શકે છે. મેલબોર્નની પિચ પર વિરાટ કોહલી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ઉતારી શકે છે જેનો ટી-20 ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. મેલબોર્નમાં પણ પડી શકે છે વરસાદ પ્રથમ મેચમાં જીત મેળ...

Latest posts